૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+
૧૭ તેઓએ કહ્યું: “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે,+ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે. તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે.+