-
૨ રાજાઓ ૮:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ તોપણ અદોમ આજ સુધી યહૂદા સામે બળવો કરે છે. એ સમયે લિબ્નાહ શહેરે+ પણ બળવો કર્યો.
-
-
૨ રાજાઓ ૧૯:૮-૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ રાબશાકેહને ખબર મળી કે આશ્શૂરનો રાજા લાખીશથી ચાલ્યો ગયો છે.+ રાબશાકેહ તેની પાસે ગયો ત્યારે આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડતો હતો.+ ૯ એવામાં આશ્શૂરના રાજાએ સાંભળ્યું કે પોતાની સામે લડાઈ કરવા ઇથિયોપિયાનો રાજા તિર્હાકાહ ચઢી આવ્યો છે. આશ્શૂરના રાજાએ આ સંદેશા સાથે હિઝકિયા પાસે માણસો મોકલ્યા:+ ૧૦ “યહૂદાના રાજા હિઝકિયાને કહો, ‘તું તારા ઈશ્વર પર ભરોસો રાખીને બેસી રહેતો નહિ. તે તને છેતરે છે કે “યરૂશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ જાય.”+ ૧૧ પણ તને ખબર છે કે આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો વિનાશ કરીને તેઓની કેવી દશા કરી છે!+ તો તું કઈ રીતે બચી જઈશ? ૧૨ મારા બાપદાદાઓએ જે પ્રજાઓને ખતમ કરી નાખી, તેઓના દેવો શું તેઓને બચાવી શક્યા? ગોઝાન, હારાન+ અને રેસેફ ક્યાં છે? તલાસ્સારમાં રહેતા એદનના લોકો ક્યાં છે? ૧૩ હમાથનો રાજા અને આર્પાદનો રાજા ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહ શહેરોના રાજાઓ ક્યાં છે?’”+
-