-
૨ રાજાઓ ૨૦:૧૬-૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાનો આ સંદેશો સાંભળો:+ ૧૭ ‘એવો સમય આવે છે જ્યારે તમારા મહેલમાંથી બધું જ બાબેલોન લઈ જવાશે. તમારા બાપદાદાઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યું છે, એ બધું પણ લઈ જવાશે.+ હા, કંઈ જ બાકી રહેશે નહિ,’ એવું યહોવા કહે છે. ૧૮ ‘તમને જે દીકરાઓ થશે, એમાંના અમુકને બાબેલોન લઈ જવાશે.+ તેઓ બાબેલોનના રાજાના મહેલમાં દરબારીઓ બનશે.’”+
-