૩૬ યહોવા કહે છે:
“હું તારો મુકદ્દમો લડીશ.+
હું તારા વતી બદલો લઈશ.+
હું તેની નદીને અને તેના કૂવાઓને સૂકવી નાખીશ.+
૩૭ બાબેલોન પથ્થરોનો ઢગલો થઈ જશે,+
તે શિયાળોની બખોલ બની જશે.+
તેના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે, તેની મજાક ઉડાવવા લોકો સીટી મારશે.
ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+