-
પુનર્નિયમ ૨૮:૫૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૨ એ આખા દેશ ફરતે ઘેરો ઘાલશે અને તમને તમારાં જ શહેરોમાં ગુલામ બનાવી દેશે. જે ઊંચા અને મજબૂત કોટ પર તમે ભરોસો રાખો છો, એ તૂટી નહિ જાય ત્યાં સુધી તે ઘેરો ઘાલશે. હા, યહોવા તમારા ઈશ્વરે આપેલા દેશમાં એ તમારાં બધાં શહેરો ફરતે ઘેરો ઘાલશે.+
-
-
હઝકિયેલ ૨૧:૨૧, ૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ જ્યાં બે રસ્તા છૂટા પડે છે, જ્યાં ફાંટા પડે છે, ત્યાં બાબેલોનનો રાજા જોષ જોવા ઊભો રહે છે. તે તીર આમતેમ હલાવે છે, મૂર્તિઓની* સલાહ લે છે અને જાનવરનું કલેજું તપાસી જુએ છે.* ૨૨ તેના જમણા હાથમાં જોષ જોવાનું સાધન છે. એ સાધને યરૂશાલેમ તરફ ઇશારો કર્યો, જેથી તે ત્યાં જઈને કોટ તોડવાનાં સાધનો ગોઠવે, કતલ કરવાનો હુકમ આપે, યુદ્ધનો પોકાર કરે, દરવાજાઓ સામે કોટ તોડવાનાં સાધનો ગોઠવે અને એને ઘેરી લેવા ઢોળાવો બાંધે ને દીવાલો ઊભી કરે.+
-