-
યશાયા ૪૪:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એક માણસનું કામ દેવદારનાં ઝાડ કાપવાનું છે.
એક ખાસ પ્રકારનું વૃક્ષ, ઘટાદાર વૃક્ષ* તે પસંદ કરે છે.
તે જંગલનાં વૃક્ષો વચ્ચે એને વધવા દઈને મજબૂત થવા દે છે.+
તે એક ઝાડ* રોપે છે અને વરસાદ એને મોટું કરે છે.
૧૫ પછી એ બળતણ તરીકે વપરાય છે.
માણસ એના અમુક ભાગનું તાપણું કરે છે.
તે ચૂલો સળગાવીને એના પર રોટલી શેકે છે.
તે એમાંથી દેવ પણ બનાવે છે અને એની પૂજા કરે છે.
તે કોતરેલી મૂર્તિ બનાવીને એને નમે છે.+
-