૧૨ યહૂદાનો રાજા યહોયાખીન બાબેલોનના રાજાને શરણે થઈ ગયો.+ તેની મા, તેના સેવકો, તેના અધિકારીઓ* અને તેના રાજદરબારીઓ પણ તેની સાથે હતા.+ બાબેલોનનો રાજા પોતાના શાસનના આઠમા વર્ષે તેને ગુલામ બનાવીને લઈ ગયો.+
૧૪ તે યરૂશાલેમના બધા લોકોને, એટલે કે અધિકારીઓ,*+ શૂરવીર યોદ્ધાઓ, કારીગરો અને લુહારોને*+ ગુલામીમાં લઈ ગયો. બધા મળીને ૧૦,૦૦૦ લોકોને તે લઈ ગયો. તેણે દેશના એકદમ ગરીબ લોકો સિવાય કોઈને બાકી રાખ્યા નહિ.+
૨૪બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને* ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને* પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી.