૨ “જા અને યરૂશાલેમના કાનમાં પોકારીને કહે, ‘યહોવા કહે છે:
“મને યાદ છે, યુવાનીમાં તું મને કેટલો પ્રેમ કરતી હતી,+
આપણી સગાઈ થઈ ત્યારે તું મને કેટલું ચાહતી હતી.+
મને એ પણ યાદ છે, વેરાન પ્રદેશમાં તું મારી પાછળ પાછળ ચાલતી હતી,
એવા પ્રદેશમાં જ્યાં બી વાવવામાં આવતું નથી.+