૫ શું તમે દરેક ઘટાદાર ઝાડ નીચે,+
મોટાં વૃક્ષો નીચે+ કામવાસનામાં ડૂબેલા લોકો નથી?
શું તમે ખીણોમાં અને ખડકોની ફાટોમાં
બાળકોની કતલ કરનારા લોકો નથી?+
૬ તમારા ભાગે ખીણના સુંવાળા પથ્થરો જ આવશે.+
હા, એ જ તમારો હિસ્સો છે.
અરે, તમે તો તેઓને પણ ભેટો ચઢાવો છો અને દ્રાક્ષદારૂ-અર્પણો રેડો છો.+
શું આ બધું જોઈને મને ખુશી થશે?