૫ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું દાઉદના વંશમાંથી એક નેક અંકુર* ઊભો કરીશ.+ તે રાજા તરીકે રાજ કરશે+ અને સમજણથી વર્તશે. તે અદ્દલ ઇન્સાફ કરશે અને સચ્ચાઈથી રાજ કરશે.+
૩૧ ઈશ્વરે તેમને મુખ્ય આગેવાન*+ અને બચાવનાર+ તરીકે ઊંચા કર્યા છે અને પોતાના જમણા હાથે બેસાડ્યા છે.+ ઇઝરાયેલીઓ પસ્તાવો કરે અને પાપોની માફી મેળવે,+ એટલે ઈશ્વરે આમ કર્યું છે.