-
પુનર્નિયમ ૩૦:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ “પછી તમે ફરીથી યહોવાનું કહેવું સાંભળશો અને આજે હું તેમની જે બધી આજ્ઞાઓ ફરમાવું છું એ તમે પાળશો. ૯ તમારા ઈશ્વર યહોવા તમારા હાથનાં સર્વ કામોમાં તમને આબાદ કરશે.+ તે તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે. જેમ તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ પર પ્રસન્ન હતા, તેમ તે તમારા પર ફરી પ્રસન્ન થશે અને તમારું ભલું કરશે.+ ૧૦ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાનું કહેવું સાંભળશો અને નિયમના પુસ્તકમાં લખેલી તેમની આજ્ઞાઓ અને તેમના કાયદાઓ પાળશો. તમે પૂરા દિલથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરશો.+
-
-
હઝકિયેલ ૩૬:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ હું મારી પવિત્ર શક્તિથી તમારા વિચારો બદલી નાખીશ. તમે મારા નિયમો પ્રમાણે ચાલશો,+ મારા કાયદા-કાનૂન પાળશો અને એ પ્રમાણે જીવશો.
-