૧૯ “હું તેઓમાં એક નિશાની દેખાડીશ. હું તેઓમાંના બચી ગયેલાઓમાંથી અમુકને આ પ્રજાઓ પાસે મોકલીશ: તાર્શીશ,+ પૂલ અને લૂદ,+ જેઓ ધનુષ્ય ચલાવવામાં કુશળ છે. તુબાલ, યાવાન+ અને દૂરના ટાપુઓ પાસે પણ મોકલીશ, જેઓએ મારા વિશે સાંભળ્યું નથી કે મારું ગૌરવ જોયું નથી. બચી ગયેલા લોકો બધી પ્રજાઓમાં મારું ગૌરવ જાહેર કરશે.+