-
હઝકિયેલ ૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેઓના પગ સીધા હતા. પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને એ ચળકતા તાંબાની જેમ ઝગમગતાં હતાં.+
-
-
દાનિયેલ ૧૦:૫, ૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ મેં નજર ઊંચી કરીને જોયું તો મને એક માણસ દેખાયો. તેણે શણનાં કપડાં પહેર્યાં હતાં+ અને તેની કમરે ઉફાઝના ઉત્તમ સોનાનો કમરપટ્ટો હતો. ૬ તેનું શરીર તૃણમણિ* જેવું હતું.+ તેનો ચહેરો વીજળીની જેમ ચમકતો હતો. તેની આંખો સળગતી મશાલો જેવી હતી. તેના હાથ અને પગ ચળકતા તાંબા જેવા હતા.+ તેનો અવાજ ટોળાના અવાજની જેમ ગુંજતો હતો.
-