૯ તહેવારોના સમયે દેશના લોકો યહોવા આગળ આવે.+ જેઓ ઉત્તરના દરવાજાથી ભક્તિ કરવા અંદર આવે,+ તેઓ દક્ષિણના દરવાજાથી બહાર જાય.+ જેઓ દક્ષિણના દરવાજાથી આવે, તેઓ ઉત્તરના દરવાજાથી બહાર જાય. જે દરવાજાથી તેઓ અંદર આવે, એ જ દરવાજાથી પાછા બહાર ન જાય. તેઓએ પોતાની સામેના દરવાજાથી બહાર જવું.