૧૦ દક્ષિણ તરફ પણ ભોજનખંડોની ઇમારત હતી. એ પૂર્વ તરફના આંગણાની પથ્થરની દીવાલને અડીને અંદરની બાજુએ હતી. એ ખુલ્લી જગ્યા અને ઇમારત પાસે આવેલી હતી.+ ૧૧ ઉત્તરના ભોજનખંડો જેવો જ રસ્તો તેઓ આગળ પણ હતો.+ તેઓની લંબાઈ અને પહોળાઈ, તેઓના દરવાજા અને નકશા એકસરખાં હતાં. ઉત્તરના ભોજનખંડોના દરવાજા