૪૬ જે ભોજનખંડનો દરવાજો ઉત્તર તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી વેદી આગળ સેવા કરવાની છે.+ તેઓ સાદોકના દીકરાઓ છે+ અને લેવીઓમાંના છે, જેઓ યહોવા આગળ સેવા આપે છે.”+
૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જ્યારે ઇઝરાયેલી લોકો મારા માર્ગમાંથી ભટકી ગયા, ત્યારે સાદોકના દીકરાઓ, લેવી યાજકોએ+ મારા મંદિરની જવાબદારીઓ ઉપાડી હતી.+ એટલે તેઓ મારી આગળ આવીને મારી સેવા કરશે. તેઓ મારી આગળ ઊભા રહીને મને ચરબી+ અને લોહી ચઢાવશે.+