૯ મેં દૂત પાસે જઈને એ નાનો વીંટો માંગ્યો. તેણે મને કહ્યું: “આ લે અને ખાઈ જા.+ એ તારા પેટમાં કડવો લાગશે, પણ મોંમાં મધ જેવો મીઠો લાગશે.” ૧૦ મેં દૂતના હાથમાંથી એ નાનો વીંટો લઈ લીધો. મેં ખાધો+ ત્યારે મારા મોંમાં એ મધ જેવો મીઠો લાગ્યો.+ પણ ખાધા પછી મારા પેટમાં કડવો લાગ્યો.