૩ તેમણે હાથ જેવું કંઈક લંબાવીને મારા વાળની લટ પકડી. ઈશ્વરે બતાવેલા દર્શનમાં તેમની શક્તિએ મને હવામાં અધ્ધર ઉઠાવી લીધો. એ મને યરૂશાલેમમાં મંદિરની ઉત્તર તરફ આવેલા અંદરના દરવાજે+ લઈ ગઈ. એ જગ્યાએ એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે અને તેમનું અપમાન થાય.+