૨૬ એટલે ઇઝરાયેલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલને+ (એટલે કે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરને)+ તેઓ વિરુદ્ધ ઉશ્કેર્યો. તે આવીને રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળને ગુલામીમાં લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારામ અને ગોઝાન નદીના વિસ્તારમાં વસાવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ રહે છે.