૨ યહોવાએ હોશિયા દ્વારા લોકોને સંદેશો આપવાનું શરૂ કર્યું. યહોવાએ તેને કહ્યું: “જા, જઈને એક સ્ત્રી સાથે લગ્ન કર. તે પછીથી વ્યભિચાર* કરશે અને વ્યભિચારથી તેને બાળકો થશે. કેમ કે આ દેશ વ્યભિચારને લીધે યહોવાથી સાવ દૂર થઈ ગયો છે.”+
૪ ઓ બેવફા લોકો,* શું તમે જાણતા નથી કે દુનિયા સાથે દોસ્તી એ ઈશ્વર સાથે દુશ્મની છે? જે કોઈ દુનિયા સાથે દોસ્તી કરવા માંગે છે, તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.+