૪૬ “‘તારી મોટી બહેન સમરૂન છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે.+ તારી નાની બહેન સદોમ છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી દક્ષિણ બાજુએ રહે છે.+ ૪૭ તું તેઓના માર્ગોમાં ચાલી અને તેઓનાં જેવાં અધમ કામો કર્યાં. અરે, થોડા સમયમાં તું તેઓના કરતાં પણ વધારે નીચ કામો કરવા લાગી.’+