૭ યહોવા કંગાળ બનાવે છે અને ધનવાન બનાવે છે.+
તે નીચે ઉતારે છે અને ઉપર ચઢાવે છે.+
૮ તે દીન-દુખિયાને ધૂળમાંથી ઊભા કરે છે
અને ગરીબોને ઉકરડામાંથી ઉપાડે છે.+
તે તેઓને રાજવીઓ સાથે બેસાડે છે
અને માનવંતું આસન આપે છે.
પૃથ્વીના પાયા યહોવાના છે,+
એના પર તેમણે દુનિયા રચી છે.