-
નિર્ગમન ૩૪:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+ ૭ હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર;+ ભૂલો, અપરાધો અને પાપોને માફ કરનાર,+ પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર;+ પિતાનાં પાપોની સજા દીકરાઓ પર, પૌત્રો પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.”+
-
-
નહેમ્યા ૯:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ તેઓએ તમારું સાંભળ્યું નહિ.+ તેઓ માટે તમે જે અદ્ભુત કામો કર્યાં હતાં, એને પણ ભૂલી ગયા. તેઓ એટલા હઠીલા બની ગયા કે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવા તેઓએ એક આગેવાન નીમ્યો.+ પણ હે ઈશ્વર, તમે માફ કરવા તૈયાર છો, કરુણા* અને દયા બતાવનાર છો. તમે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ તમે તેઓને ત્યજી દીધા નહિ.+
-