-
પુનર્નિયમ ૩૦:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ જે દેશને તમારા બાપદાદાઓએ કબજે કર્યો હતો, એમાં યહોવા તમારા ઈશ્વર તમને પાછા લાવશે અને તમે પણ એ દેશ કબજે કરશો. ઈશ્વર તમને આબાદ કરશે અને તમારા બાપદાદાઓ કરતાં પણ તમારી સંખ્યા વધારશે.+
-
-
યર્મિયા ૩૨:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘આ દેશમાં ઘરો, ખેતરો અને દ્રાક્ષાવાડીઓ ફરી ખરીદવામાં આવશે.’”+
-
-
હઝકિયેલ ૨૮:૨૫, ૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલના લોકો જે પ્રજાઓમાં વિખેરાઈ ગયા છે, એમાંથી હું તેઓને ફરીથી ભેગા કરીશ.+ તેઓને લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ.+ તેઓ પોતાના દેશમાં રહેશે,+ જે મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો.+ ૨૬ તેઓ સુખ-શાંતિથી એમાં રહેશે.+ તેઓ ઘરો બાંધશે અને દ્રાક્ષાવાડીઓ રોપશે.+ આસપાસની જે પ્રજાઓ તેઓની મજાક ઉડાવે છે, એ પ્રજાઓને હું સજા કરીશ.+ પછી ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેશે અને તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું.”’”
-