-
૨ કાળવૃત્તાંત ૭:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ યાજકો પોતાની ઠરાવેલી જગ્યાએ ઊભા હતા. લેવીઓ પણ ઊભા હતા અને વાજિંત્રો વગાડતાં વગાડતાં યહોવાનાં ગીતો ગાતા હતા.+ (એ વાજિંત્રો દાઉદે એટલા માટે બનાવ્યાં હતાં, જેથી યહોવાનો આભાર માને અને કહે, “તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.” દાઉદ એનાથી* સ્તુતિ કરતો હતો.) યાજકો તેઓ આગળ જોરશોરથી રણશિંગડાં વગાડતા હતા+ અને બધા ઇઝરાયેલીઓ ત્યાં ઊભા હતા.
-
-
૨ કાળવૃત્તાંત ૨૯:૨૫, ૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ એ સમયે હિઝકિયાએ લેવીઓને યહોવાના મંદિર આગળ ઝાંઝો, તારવાળાં વાજિંત્રો અને વીણા+ લઈને ઊભા રાખ્યા હતા. દાઉદે,+ રાજા માટે દર્શન જોનાર ગાદે+ અને નાથાન+ પ્રબોધકે કરેલી ગોઠવણ પ્રમાણે તેઓ ઊભા હતા. યહોવાએ પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા કરી હતી. ૨૬ આમ લેવીઓ દાઉદનાં વાજિંત્રો લઈને અને યાજકો રણશિંગડાં* લઈને ઊભા હતા.+
-