-
૨ રાજાઓ ૧૩:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યહૂદાના રાજા યહોઆશના+ શાસનનું ૩૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરૂનમાં ઇઝરાયેલનો રાજા બન્યો. યહોઆશે ૧૬ વર્ષ રાજ કર્યું. ૧૧ તે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરતો રહ્યો. નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જે બધાં પાપ કરાવ્યાં હતાં,+ એ કરવાનું યહોઆશે છોડ્યું નહિ. તેણે એ પાપ કરવાનું ચાલુ રાખ્યું.
-