-
હઝકિયેલ ૨૫:૧૨-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અદોમે યહૂદાના લોકો પર વેર વાળ્યું છે અને એમ કરીને એણે મોટો ગુનો કર્યો છે.+ ૧૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ અદોમ વિરુદ્ધ પણ લંબાવીશ. હું એના બધા માણસો અને ઢોરઢાંકનો સંહાર કરીશ. હું એને ઉજ્જડ બનાવી દઈશ.+ તેમાનથી છેક દદાન સુધી તેઓ તલવારથી માર્યા જશે.+ ૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’
-
-
આમોસ ૧:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ યહોવા કહે છે,
‘અદોમે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
તે તલવાર લઈને પોતાના જ ભાઈની પાછળ પડ્યો+
અને તેણે દયા બતાવવાની ના પાડી દીધી.
તેણે ગુસ્સે થઈને પોતાના ભાઈઓને ક્રૂરતાથી ચીરી નાખ્યા
અને તેનો ક્રોધ હજી સુધી ઠંડો પડ્યો નથી.+
૧૨ હું તેમાન પર અગ્નિ મોકલીશ,+
એ બોસરાહના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+
-