-
હઝકિયેલ ૧૮:૨૧-૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ “‘ધારો કે કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં બધાં પાપથી પાછો ફરે, મારા નિયમો પાળવા લાગે, જે ખરું છે એ જ તે કરે અને સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.+ ૨૨ તેનો કોઈ પણ ગુનો યાદ કરવામાં નહિ આવે.+ તે સાચા માર્ગે ચાલતો હોવાથી જીવતો રહેશે.’+
૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+
-
-
યૂના ૪:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તેણે યહોવાને પ્રાર્થના કરી: “હે યહોવા, હું મારા દેશમાં હતો ત્યારે જેવું વિચારતો હતો, આખરે એવું જ થયું ને! એટલે જ હું તાર્શીશ નાસી જવા માંગતો હતો.+ હું જાણતો હતો કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો, જલદી ગુસ્સે ન થનાર ઈશ્વર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ હું જાણતો હતો કે તમે તમારો નિર્ણય બદલશો અને આફત નહિ લાવો.
-