-
ગણના ૧૧:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ મૂસાએ યહોવાને કહ્યું: “તમે શા માટે તમારા સેવક પર આફત લાવ્યા છો? મેં એવું તો શું કર્યું છે કે હું તમારી નજરમાં કૃપા પામ્યો નથી? તમે શા માટે આ લોકોનો ભાર મારા માથે નાખ્યો છે?+
-
-
ગણના ૧૧:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ જો તમે મારી સાથે આવી જ રીતે વર્તવાના હો, તો મને હમણાં જ મારી નાખો.+ પણ જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મારા પર વધારે મુસીબતો આવવા ન દો.”
-
-
૧ રાજાઓ ૧૯:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ ઇઝેબેલે એલિયાને સંદેશો મોકલ્યો: “કાલે આ સમય સુધીમાં હું તારા એવા હાલ કરીશ, જેવા તેં એ પ્રબોધકોના કર્યા છે. જો હું એમ ન કરું, તો મારા દેવતાઓ મને આકરી સજા કરો!”
-
-
અયૂબ ૬:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ કાશ! મારી વિનંતી સાંભળવામાં આવે,
અને ઈશ્વર મારી ઇચ્છા પૂરી કરે!
૯ કાશ! ઈશ્વર મને કચડી નાખે,
પોતાનો હાથ લંબાવીને મારો નાશ કરી દે!+
-