૧૫ આ એ જ ઘમંડી નગરી છે, જે સલામતીની ગોદમાં બેસતી હતી.
તે પોતાના દિલમાં કહેતી હતી, ‘હું સૌથી મહાન છું, મારા જેવું બીજું કોઈ નથી.’
પણ જુઓ, હવે તેના હાલ જોઈને લોકો હચમચી ગયા છે.
તે જંગલી જાનવરોનું ઘર બની ગઈ છે!
ત્યાંથી પસાર થનાર દરેક જણ તેની મશ્કરી કરશે અને ગુસ્સામાં તેના તરફ આંગળી ચીંધશે.”+