-
યશાયા ૫૯:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ એટલે જ ઇન્સાફ અમારાથી દૂર દૂર ભાગે છે,
સચ્ચાઈ અમારા સુધી પહોંચતી નથી.
અમે રોશની ઝંખીએ છીએ, પણ અંધકાર મળે છે.
અમે પ્રકાશ શોધીએ છીએ, પણ અંધારામાં અટવાઈએ છીએ.+
૧૦ અમે આંધળા માણસોની જેમ દીવાલને ટેકે ટેકે ફાંફાં મારીએ છીએ,
હા, આંખો વગરના લોકોની જેમ આમતેમ ભટકીએ છીએ.+
ભરબપોરે પણ સાંજનું અંધારું હોય એમ ઠોકર ખાઈએ છીએ.
બળવાનો વચ્ચે અમે મરેલા જેવા છીએ.
-