૩ તેના પિતા હિઝકિયાએ જે ભક્તિ-સ્થળો તોડી પાડ્યાં હતાં,+ એ મનાશ્શાએ ફરીથી બાંધ્યાં. તેણે બઆલ દેવો માટે વેદીઓ બાંધી અને ભક્તિ-થાંભલા ઊભા કર્યા. આકાશમાં જે કંઈ છે એ બધાને* તેણે નમન કર્યું અને તેઓની પૂજા કરી.+
૧૩ યરૂશાલેમનાં ઘરો અને યહૂદાના રાજાનાં ઘરો તોફેથ+ જેવા અશુદ્ધ બની જશે. એ બધાં ઘરો અશુદ્ધ થઈ જશે, જેની છત પર તેઓ આકાશનાં સૈન્યોને બલિદાનો ચઢાવતા હતા+ અને બીજા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવતા હતા.’”+