૨ તેણે મને પૂછ્યું: “તને શું દેખાય છે?”
મેં કહ્યું: “જુઓ! મને એક દીવી દેખાય છે, જે આખેઆખી સોનાની છે.+ એના પર એક વાટકો છે. દીવી પર સાત દીવા છે,+ હા સાત દીવા. એમાંથી નીકળતી સાત નળીઓ વાટકા સાથે જોડાયેલી છે. ૩ દીવીની બાજુમાં જૈતૂનનાં બે ઝાડ છે,+ એક ઝાડ વાટકાની જમણી બાજુએ અને બીજું ઝાડ ડાબી બાજુએ.”