૨ તેમણે કહ્યું: “જ્યારે પણ તમે પ્રાર્થના કરો, ત્યારે કહો: ‘હે પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.+ તમારું રાજ્ય આવો.+ ૩ આજ માટે જરૂરી રોટલી અમને આપો.+ ૪ અમારાં પાપ માફ કરો, કેમ કે અમે પણ અમારી વિરુદ્ધ પાપ કરનારા દરેકને માફ કર્યા છે.+ અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ.’”+