-
લૂક ૬:૪૭-૪૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૭ જે કોઈ મારી પાસે આવે છે, મારા શબ્દો સાંભળે છે અને એમ કરે છે તે કોના જેવો છે એ તમને જણાવું:+ ૪૮ તે ઘર બાંધનાર માણસ જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી પૂર આવ્યું અને નદીનું ધસમસતું પાણી ઘર સાથે અથડાવા લાગ્યું. પણ એ ઘરને હલાવી ન શક્યું, કેમ કે એ મજબૂત રીતે બંધાયેલું હતું.+ ૪૯ જે કોઈ સાંભળે છે પણ કંઈ કરતો નથી+ તે એવા માણસ જેવો છે, જેણે પાયો નાખ્યા વગર ઘર બાંધ્યું. નદીનું ધસમસતું પાણી એની સાથે અથડાવા લાગ્યું. તરત જ એ પડી ગયું અને એનો ભાંગીને ભૂકો થઈ ગયો.”
-