-
લૂક ૭:૧-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ લોકોને એ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહુમમાં આવ્યા. ૨ એક લશ્કરી અધિકારીનો ચાકર બહુ બીમાર હતો અને મરવાની અણી પર હતો. અધિકારીને એ ચાકર બહુ વહાલો હતો.+ ૩ લશ્કરી અધિકારીએ ઈસુ વિશે સાંભળ્યું. તેણે યહૂદી વડીલોને તેમની પાસે મોકલ્યા અને વિનંતી કરી કે ઈસુ આવીને ચાકરને સાજો કરે. ૪ તેઓ ઈસુ પાસે આવ્યા અને વિનંતી કરવા લાગ્યા: “તમે તેને મદદ કરો, તે સારો માણસ છે. ૫ તે આપણી પ્રજા પર પ્રેમ રાખે છે અને તેણે આપણા માટે સભાસ્થાન બંધાવ્યું છે.” ૬ ઈસુ તેઓની સાથે ગયા. પણ તે ઘરથી બહુ દૂર ન હતા ત્યારે, લશ્કરી અધિકારીએ પોતાના મિત્રોને મોકલીને આ સંદેશો આપ્યો: “સાહેબ, તકલીફ ન લેશો. તમે મારા ઘરે આવો એને હું લાયક નથી.+ ૭ એ જ કારણે મેં તમારી પાસે આવવા પોતાને લાયક ન ગણ્યો. તમે બસ કહી દો, એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૮ હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે. એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે. બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે. મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૯ આ બધું સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી. તેમણે પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને કહ્યું: “હું તમને કહું છું કે આખા ઇઝરાયેલમાં પણ મેં આટલી શ્રદ્ધા જોઈ નથી.”+
-