-
લૂક ૮:૩૫-૩૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ જે બન્યું હતું એ જોવા લોકો આવ્યા. તેઓ ઈસુ પાસે આવ્યા. જે માણસમાંથી દુષ્ટ દૂતો નીકળ્યા હતા, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે ઈસુના પગ પાસે બેઠેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. ૩૬ આ બનાવ નજરે જોનારા લોકોએ તેઓને જણાવ્યું કે દુષ્ટ દૂતોના વશમાં હતો એ માણસ કઈ રીતે સાજો કરાયો હતો. ૩૭ પછી ગેરસાનીઓના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોએ ઈસુને ત્યાંથી જતા રહેવા કહ્યું. તેઓ પર ઘણો ભય છવાઈ ગયો હતો. તે ત્યાંથી જવા હોડીમાં બેઠા.
-