-
યશાયા ૫૩:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
પણ યહોવાએ આપણા બધાનાં પાપ તેના માથે નાખ્યાં.+
-
-
હઝકિયેલ ૩૪:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ મારાં ઘેટાં બધા પર્વતો પર અને ઊંચા ઊંચા ડુંગરો પર આમતેમ ભટકી ગયાં છે. મારાં ઘેટાં આખી ધરતી પર વિખેરાઈ ગયાં છે. કોઈને તેઓની પડી નથી કે કોઈ તેઓને શોધતું નથી.
-
-
પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૫, ૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૫ યહૂદીઓએ ટોળાઓ જોયાં ત્યારે, તેઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા. તેઓએ પાઉલની વાતોનો વિરોધ કર્યો અને તેની નિંદા કરવા લાગ્યા.+ ૪૬ ત્યારે પાઉલ અને બાર્નાબાસે હિંમતથી તેઓને કહ્યું: “ઈશ્વરનો સંદેશો તમને પહેલા જણાવવામાં આવે એ જરૂરી હતું.+ પણ તમે એનો સ્વીકાર કરતા નથી અને પોતાને હંમેશ માટેના જીવનને લાયક ગણતા નથી. એટલે જુઓ, અમે બીજી પ્રજાઓ તરફ ફરીએ છીએ.+
-