વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માર્ક ૩:૨૨-૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ* છે. તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૨૩ ઈસુએ તેઓને પોતાની પાસે બોલાવ્યા અને ઉદાહરણો આપીને કહ્યું: “શેતાન કઈ રીતે શેતાનને કાઢી શકે? ૨૪ જો કોઈ રાજ્યમાં ભાગલા પડે તો એ રાજ્ય ટકી શકતું નથી.+ ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે તો એ ઘર ટકશે નહિ. ૨૬ જો શેતાન પોતાની જ સામે ઊભો થાય અને તેના રાજ્યમાં* ભાગલા પડે, તો તે ટકી શકે નહિ, પણ તેનો અંત આવી જશે. ૨૭ હકીકતમાં કોઈ વ્યક્તિ બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેની મિલકત લૂંટી લેતા પહેલાં એ માણસને બાંધશે. ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકશે.

  • લૂક ૧૧:૧૫-૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ પણ તેઓમાંના અમુકે કહ્યું: “તે દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૧૬ બીજાઓ કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+ ૧૭ તેઓના વિચારો જાણીને+ ઈસુએ કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એની પડતી થાય છે. દરેક ઘર જેમાં ભાગલા પડે છે એ પડી ભાંગે છે. ૧૮ એ જ રીતે, જો શેતાન પોતાની વિરુદ્ધ લડે, તો તેનું રાજ્ય કેવી રીતે ટકશે? તમે કહો છો કે હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢું છું. ૧૯ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. ૨૦ પણ જો હું ઈશ્વરની શક્તિથી*+ દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો સમજી લો કે ઈશ્વરનું રાજ્ય તમારા હાથમાંથી નીકળી ગયું છે.+ ૨૧ જ્યારે બળવાન માણસ હથિયાર લઈને પોતાના ઘરનું રક્ષણ કરે છે, ત્યારે તેની ચીજવસ્તુઓ સલામત રહે છે. ૨૨ પણ તેનાથી વધારે બળવાન માણસ આવીને તેને હરાવે છે. તેણે ભરોસો મૂકેલાં બધાં હથિયારોને એ માણસ છીનવી લે છે અને તેની વસ્તુઓ લૂંટીને બીજાઓને વહેંચી દે છે. ૨૩ જે કોઈ મારી બાજુ નથી એ મારી વિરુદ્ધ છે. જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો