૧૮ પણ હું પૂછું છું, શું ઇઝરાયેલીઓએ સંદેશો સાંભળ્યો ન હોય એવું બને ખરું? હકીકતમાં, શાસ્ત્ર કહે છે, “તેઓનો સાદ આખી ધરતી પર ગુંજ્યો હતો, તેઓનો સંદેશ પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચ્યો હતો.”+
૬ અને એ ખુશખબર તમારી પાસે આવી ચૂકી છે. એ ખુશખબર આખી દુનિયામાં ફળ ઉત્પન્ન કરી રહી છે અને ફેલાઈ રહી છે.+ એવી જ રીતે, તમે ઈશ્વરની અપાર કૃપાના સત્ય વિશે સાંભળ્યું અને એને પૂરી રીતે જાણ્યું, એ દિવસથી તમારામાં પણ ખુશખબરનાં પરિણામો દેખાઈ રહ્યાં છે.