૨૯ પણ બાળકે પોતાનો હાથ પાછો અંદર ખેંચી લીધો અને તરત તેનો ભાઈ બહાર આવ્યો. એ જોઈને દાઈ બોલી ઊઠી: “તું કેમ આ રીતે ફાટ પાડીને બહાર આવ્યો?” તેથી તેનું નામ પેરેસ પડ્યું.+ ૩૦ પછી તેનો ભાઈ બહાર આવ્યો, જેના હાથે લાલ રંગનો દોરો બાંધ્યો હતો. તેનું નામ ઝેરાહ પડ્યું.+