-
માર્ક ૧૪:૪૩-૪૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૩ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ તેઓને મોકલ્યા હતા.+ ૪૪ ઈસુને દગો આપનારે એ લોકોને એક નિશાની આપીને નક્કી કર્યું હતું: “હું જેને ચુંબન કરું એ જ તે છે, તેને પકડી લેજો. સિપાઈઓના પહેરા નીચે તેને લઈ જજો.” ૪૫ તેણે ઈસુ પાસે જઈને કહ્યું: “સલામ ગુરુજી!”* પછી તેણે તેમને ચુંબન કર્યું. ૪૬ એટલે તેઓએ ઈસુને પકડી લીધા. ૪૭ ત્યાં જેઓ ઊભા હતા, તેઓમાંના એકે પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના* ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+
-
-
લૂક ૨૨:૪૭-૫૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૭ હજુ તો તે બોલતા હતા એવામાં ઘણા લોકો આવ્યા. યહૂદા તેઓને લઈ આવ્યો, જે બારમાંનો એક હતો. તે ઈસુને ચુંબન કરવા આગળ આવ્યો.+ ૪૮ ઈસુએ તેને પૂછ્યું: “યહૂદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” ૪૯ ઈસુની આસપાસ ઊભેલા શિષ્યોએ જોયું કે શું બની રહ્યું છે. તેઓએ કહ્યું: “માલિક, શું અમે તલવાર ચલાવીએ?” ૫૦ અરે, એકે તો પ્રમુખ યાજકના ચાકર પર તલવારથી ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.+ ૫૧ પણ ઈસુએ કહ્યું: “બસ બહુ થયું.” તે ચાકરના કાનને અડક્યા અને સાજો કર્યો.
-