૧૩ ઇબ્રાહિમના ઈશ્વરે, ઇસહાકના ઈશ્વરે અને યાકૂબના ઈશ્વરે,+ આપણા બાપદાદાઓના ઈશ્વરે પોતાના સેવક+ ઈસુને મહિમાવંત કર્યા છે.+ એ ઈસુને તમે દુશ્મનોને સોંપી દીધા+ અને પિલાત આગળ તેમનો નકાર કર્યો. પિલાતે તેમને છોડી દેવાનું નક્કી કર્યું હતું, છતાં તમે તેમનો નકાર કર્યો.