-
યોહાન ૧૯:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલાથી જડી દીધા પછી તેમનાં કપડાં લઈ લીધાં. તેઓએ એના ચાર ભાગ કરીને એક એક ભાગ લઈ લીધો. તેઓએ તેમનો અંદરનો ઝભ્ભો પણ લઈ લીધો. એ ઝભ્ભો કોઈ સાંધા વગરનો હતો, એ ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો. ૨૪ તેઓએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ* નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.”+ આવું એ માટે થયું, જેથી આ શાસ્ત્રવચન પૂરું થાય: “તેઓએ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને તેઓએ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખી.”+ આ સૈનિકોએ એવું જ કર્યું હતું.
-