-
માર્ક ૧૫:૨૯-૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ “અરે, તું તો મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ ૩૦ હવે વધસ્તંભ પરથી નીચે ઊતરીને પોતાને બચાવ.” ૩૧ શાસ્ત્રીઓ સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી!+ ૩૨ ઇઝરાયેલનો રાજા, ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી નીચે આવે, જેથી અમે જોઈએ અને શ્રદ્ધા મૂકીએ.”+ જેઓને તેમની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરવા લાગ્યા.+
-