૩૫ એ સાંભળીને પાસે ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “જુઓ! તે એલિયાને બોલાવે છે.” ૩૬ એટલે કોઈ દોડીને ગયો અને વાદળી લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી. એ તેણે લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપીને+ કહ્યું: “ચાલો જોઈએ કે એલિયા તેને નીચે ઉતારવા આવે છે કે નહિ.”