-
લૂક ૮:૨૮-૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ ઈસુને જોઈને તેણે બૂમ પાડી અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તે મોટા અવાજે કહેવા લાગ્યો: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને આજીજી કરું છું કે મને પીડા આપીશ નહિ.”+ ૨૯ (એ માટે કે ઈસુએ દુષ્ટ દૂતને માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટ દૂતે ઘણી વાર એ માણસને વશમાં કરી લીધો હતો.*+ તેના પર ચોકી રાખવામાં આવતી. તેને સાંકળો અને બેડીઓથી વારંવાર બાંધવામાં આવતો. પણ તે બંધન તોડી નાખતો અને દુષ્ટ દૂત તેને વેરાન જગ્યાએ લઈ જતો.) ૩૦ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “સેના,” કેમ કે તેનામાં ઘણા દુષ્ટ દૂતો હતા.
-