૪૧ એવામાં યાઐરસ નામનો એક માણસ આવ્યો. તે સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તે ઈસુના પગે પડ્યો અને પોતાના ઘરે આવવા વિનંતી કરવા લાગ્યો.+ ૪૨ તેને એક જ દીકરી હતી, જે આશરે ૧૨ વર્ષની હતી. તે મરવાની અણી પર હતી.
ઈસુ જતા હતા ત્યારે, લોકો તેમની નજીક જવા પડાપડી કરતા હતા.