૧૦ જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો એના મુખ્ય રસ્તાઓ પર જઈને કહો: ૧૧ ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગી હતી, એ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ.+ પણ ધ્યાનમાં રાખો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.’
૫૦ પણ યહૂદીઓએ ઈશ્વરનો ડર રાખનારી મોભાદાર સ્ત્રીઓને અને શહેરના મુખ્ય માણસોને ભડકાવ્યાં. તેઓએ પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી+ અને તેઓને પોતાના શહેરમાંથી* બહાર કાઢી મૂક્યા. ૫૧ એટલે, પાઉલ અને બાર્નાબાસે તેઓની વિરુદ્ધ પોતાના પગની ધૂળ ખંખેરી નાખી* અને ઇકોનિયા જતા રહ્યા.+