-
૨ રાજાઓ ૪:૪૨-૪૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૨ બઆલ-શાલીશાથી+ એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત માટે પહેલી ફસલના જવની ૨૦ રોટલીઓ+ અને એક ગૂણ ભરીને નવા જવ લાવ્યો હતો.+ એલિશાએ કહ્યું: “લોકોને આપ કે તેઓ ખાય.” ૪૩ તેના ચાકરે કહ્યું: “૧૦૦ માણસો આગળ હું આટલું કઈ રીતે પીરસું?”+ એલિશાએ કહ્યું: “તું તારે લોકોને એ આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા આમ કહે છે: ‘તેઓ ખાશે અને એમાંથી હજુ વધશે પણ ખરું.’”+ ૪૪ તેણે લોકોને પીરસ્યું અને તેઓએ ખાધું. અરે, એમાંથી વધ્યું પણ ખરું,+ જેમ યહોવાએ કહ્યું હતું.
-